राज्य

LIVE 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

लेखक: Maroof Ahmed Khan अंतिम अपडेट: 26 सितंबर 2026
प्रकाशक: जनता का संदेश
LIVE 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

22 સપ્ટેમ્બર 2026, નર્મદા, ગુજરાત

ગુજરાત માટે આજે ગૌરવવંતી ક્ષણ છે દિલ્હીની બહાર આજે પ્રથમવાર નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ યોજાઇ રહ્યો છે. નર્મદાના એકતા નગર, કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ વર્ષ 2024 માટે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને બિરદાવતા આ પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રદાન કરશે.

નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ

મહત્વનું છેકે, ભારતીય ફિલ્મ જગતમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનંત નાગને 2024નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ ફીચર ફિલ્મથી લઈને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી સુધીની ઉત્કૃષ્ટ સિનેમેટિક સિદ્ધિઓ કેન્દ્રસ્થાને રહેશે. બીજી તરફ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ લઈને ફિલ્મ જગતની હસ્તીઓ નર્મદાના એકતાનગરમાં પહોંચી રહી છે, તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ એકતા નગરમાં યોજાઈ રહ્યો છે, જ્યાં સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા આવેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, અમે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને દેશના તમામ મુખ્ય પર્યટન સ્થળોએ લઈ જવાનું કાર્ય હાથ ધર્યું છે.

M
Maroof Ahmed Khan

Maroof Ahmed Khan जनता का संदेश के संस्थापक एवं प्रधान संपादक हैं। वे जनसरोकार, निष्पक्ष रिपोर्टिंग और जनता की आवाज़ को प्रमुखता देने के लिए प्रतिबद्ध हैं।